सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અરવલ્લી જિલ્લામાં મંત્રી કુબેરભાઇ ડિંડોર ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ના કાર્યક્રમમા રહ્યા હાજર

મંત્રી કુબેરભાઈ ડિંડોરએ લીંભોઈ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિતિ રહી બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું

હેમંત પટેલ
  • Jun 24 2022 11:35AM
અરવલ્લી જિલ્લાની 1384 શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના 6756 કુમાર અને 6345 કન્યાઓ એમ મળીને કુલ 13101 બાળકોને શાળામાં પ્રવેશ અપાવાશે.

રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી  કુબેરભાઈ ડિંડોર મોડાસા તાલુકાના લિંભોઈ, રામપુર (ગઢડા) , વાંટા રામપુર, શામપુર 1 અને શામપુર 2 માં હાજર રહી બાળકોનો શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો. બાળકોને પ્રોત્સાહન આપતા તેમને જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે અને કન્યા કેળવણી માટે વડાપ્રધાનની મુહિમ સફળ થઈ રહી છે. કોરોનામાં શિક્ષણમાં નુકશાન થયું પણ હવે  પુરા ઉત્સાહ અને ઉત્સવથી શિક્ષણને આગળ ધપાવી રહ્યા છે એવા શિક્ષકોને ધન્યવાદ છે.બાળકોનું 100% નામાંકન થાય તેવા પ્રયાસ સાથે સરકાર કામગીરી કરી રહી છે. શાળામાં ડ્રોપ આઉટ રેસીયો હતો એમાં સુધારો આવ્યો છે.
1000 દીકરાઓ 800 દીકરીઓ રેસીયો હતો પરંતુ કન્યા કેળવણીની શરૂયાતથી બેટી વધાવો બેઠી પઢાઓ ના સૂત્રથી આ રેસીયો સરખો થયો છે.

 શાળામાં આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષરોપણ કરવામાં આવ્યું. મંત્રી દ્વારા  શાળાના વિકાસ અને બાળકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે શાળાની કમિટી સાથે બેઠક કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ દ્વારા શાળાઓમાં હાજરી આપી બાળકોની પ્રવેશોત્સવ કરાવાયો. આ કાર્યક્રમથી બાળકોને શાળાએ આવવા ,ભણવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार