ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજીની મુલાકાત લીધી
કાર્યક્રમની તૈયારીઓ અંગે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જગતજનની અંબાના ધામે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી અંબાજી મંદિર પહોંચી માઁ અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું તિલક કરી ચૂંદડી ઓઢાડી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મંદિરના ગર્ભગ્રૃહમાં મંદિરના ભટજી મહારાજ દ્વારા વિશેષ પૂજા અર્ચના કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલા અન્ય નેતાઓ પણ હાજર રહ્યાં હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. જેને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અંબાજી ખાતે મંદિરમાં દર્શન કરી, કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની તૈયારીઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે ગબ્બર લાઇટ એન્ડ સાઉન્ડ શો અને હડાદ રોડ પર ચીખલા ખાતે યોજાનાર સભાસ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે વડાપ્રધાનના કાર્યક્રમ અંગે મુખ્યમંત્રીને વિગતવાર માહિતી આપી હતી.મુખ્યમંત્રીની મુલાકાત પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર તથા કીર્તિસિંહ વાઘેલા, સાંસદ પરબતભાઈ પટેલ અને દિનેશભાઈ આનાવાડીયા, ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી, અગ્રણી ગુમાનસિંહ ચૌહાણ, મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, પ્રવાસન સચિવ હારિત શુક્લા, વિકાસ કમિશનર સંદીપ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકર, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प