ગુજરાતી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમ ઓનલાઈન લીક, રાજકોટ અને સુરતથી આરોપી ઝડપાયા
તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમની સ્ક્રીન પ્રિન્ટનું રેકોર્ડીંગ કરી પાયરસી ઓનલાઈન લીક કરનાર બે યુવાનોને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે
તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમની સ્ક્રીન પ્રિન્ટનું રેકોર્ડીંગ કરી પાયરસી ઓનલાઈન લીક કરનાર બે યુવાનોને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે. આ બંને યુવાનો તો માત્ર હાથો છે. તેની પાછળ મોટા માથાનો દોરી સંચાર હોવાનું શંકાના આધારે પોલીસે મોટા માથા સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.
ગુજરાતી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમ રિલીઝ થઈ કે, થોડા જ સમય બાદ તે જુદા જુદા ઓનલાઈન પ્લેટફોર્મ પર લીક કરી દેવામાં આવી હતી. જે બાબતની જાણ ફિલ્મના ડાયરેક્ટર-પ્રોડ્યુસરની ટીમને થતાં તેમણે આ બાબતે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસપી જીતુ યાદવ અને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. પટેલની ટીમે તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે, આ ફિલ્મના સ્ક્રીન પ્રિન્ટનું રેકોર્ડિંગ કરીને કોઈએ તેને ટેલિગ્રામ ચેનલ પર મૂકી દીધી હતી. ટેલિગ્રામ ચેનલને ટ્રેક કરતાં પોલીસને આ કૃત્ય રાજકોટ તથા સુરતથી થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસને લિંક મળતા બે ટીમો રાજકોટ તથા સુરત રવાના કરી હતી અને આ ફિલ્મના સ્ક્રીન પ્રિન્ટનું રેકોર્ડિંગ લીક કરનાર અને પોતાની ટેલિગ્રામ ચેનલ પર મુકનાર હાર્દિકમીરી બુદ્ધગીરી ગોસ્વામી (ઉ.વ 26, રહે શ્યામવિલા રો હાઉસ, કામરેજ રોડ, સુરત) તથા ઋષિ બાબુભાઈ મોલીયા (રહે. લોધીકા, રાજકોટ)ને તેમના ઘરેથી ઝડપી લીધા હતા.
હાર્દિકે એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ તે યોગેશ્વર જેમ્સ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. જ્યારે 12 સાયન્સ સુધી અભ્યાસ કરનાર સુપર ઓટો ઇન્ડસ્ટ્રીમાં ઓપરેટર તરીકે કામ કરે છે. તેમની પ્રાથમિક પૂછપરછમાં એવું સામે આવ્યું હતું કે, તેમણે સ્ક્રીન પ્રિન્ટનું રેકોર્ડિંગ કરીને પોતાની ટેલિગ્રામ ચેનલ પર પેઈડ કસ્ટમરને જોવા માટે લીક કરી હતી. તેમણે આવી રીતે કેટલી ફિલ્મો લીક કરી હતી અને તેમની સાથે કોણ સંકળાયેલું છે તેની તપાસ ચાલી રહી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प