सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય, હિંદુ સમાજની એકતાનો પરિચય-વિશ્વ હિંદુ પરિષદ

ગુજરાત વિશ્વ હિંદુ પરિષદે ગુજરાતમાં ભાજપના વિજયને વધાવ્યો અને ભાજપાના નેતૃત્વને અભિનંદન આપ્યા

ઉત્કલ ઠાકોર
  • Dec 9 2022 3:18PM

ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાનો ઐતિહાસિક રેકોર્ડ ૧૫૬ સીટો સાથે વિજય થતા વિશ્વ હિંદુ પરિષદે ભાજપાના ગુજરાતના અને કેન્દ્રના શિર્ષ નેતૃત્વને અભિનંદન આપ્યા હતા. ગુજરાત વિશ્વ હિંદુ પરિષદના ક્ષેત્ર મંત્રી અશોકભાઈ રાવલે અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપાનો આ પ્રચંડ અને રેકોર્ડ બ્રેક મહાવિજય હિંદુ સમાજની એકતાને આભારી છે.

હિંદુ સમાજે નાત, જાત, પંથ અને સંપ્રદાયથી ઉપર ઉઠી “જય શ્રી રામ” ના નારાને મત આપ્યો જેના કારણે ભાજપાનો અને એ રીતે હિંદુત્વનો વિજય થયો.રામ મંદિર નિર્માણનો પથ પ્રશસ્ત થયા પછીની આ પહેલી ચુંટણી હતી એટલે આ પરિણામો મહત્વના છે એમ જણાવતા તેમણે ગુજરાતના હિંદુ સમાજે કુપ્રચાર અને લોભામણી જાહેરાતોથી ભ્રમિત થયા વગર એક બની જે રીતે મતદાન કર્યુંએ બદલ હિંદુ સમાજનો પણ આભાર માનવાની સાથે RSS અને પરિવાર ક્ષેત્રની બધી જ સંસ્થાઓએ આ ચૂંટણીમાં જે પ્રકારે કામ કર્યું છે એને પણ ઉલ્લેખી આ વિજયમાં એમના યોગદાનને પણ બિરદાવ્યું હતું.

આ ચૂંટણીમાં RSS, ભગિની સંસ્થાઓ અને સંતોએ હિંદુ સમાજને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાની વાત કરી આ પ્રચંડ વિજય હિંદુ સમાજને આભારી હોવાનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો.

સાથે “यतो धर्मस्ततो जयः” ના સુત્રને યાદ અપાવી આ નવી સરકાર હિંદુ, હિંદુત્વ અને વિશ્વ કલ્યાણ માટે કામ કરશે એ વિશ્વાસ વ્યક્ત કરતા ગુજરાતને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार