सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ચંદેરીયા મુકામે બીટીપી અને આપ દ્વારા આદિવાસી મહાસંમેલન યોજાયુ

આગામી વિધાનસભાની ચુટણી માટે બન્ને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન યોજવાનો નિર્ણય જાહેર કરાયો ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ નજીકના ભવિષ્યમાં યોજાનાર છે ત્યારે રાજ્યમાં ભાજપા અને કોંગ્રેસની સાથેસાથે આમ આદમી પાર્ટી પણ ચુંટણી જંગમાં આવી રહી છે. ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે આમ આદમી પાર્ટી ગઠબંધન કરશે એવી વાતો લાંબા સમયથી જણાતી હતી, ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના ચંદેરીયા ખાતે યોજાયેલ આદિવાસી મહા સંમેલનમાં બીટીપી અગ્રણીઓ છોટુભાઈ વસાવા તેમજ મહેશભાઇ વસાવા અને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આગામી વિધાનસભાની ચુંટણી બન્ને પાર્ટીઓ ભેગા મળીને લડશે એમ જાહેર કર્યુ હતું. ચંદેરીયા સ્થિત બીટીપીના કાર્યાલય ગણાતા વ્હાઇટ હાઉસના પટાંગણમાં યોજાયેલ આદિવાસી સંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી ખાતે તેમની સરકારે જનતાના કામો માટે કરેલ આયોજનો તેમજ કામગીરીનો ખયાલ આપ્યો હતો. તેમજ દિલ્હી બાદ પંજાબમાં તેમની પાર્ટીએ સાશન સંભાળ્યુ છે ત્યારે ગુજરાતની જનતા પણ બીટીપી અને આપના ગઠબંધનને આગામી વિધાનસભાની ચુંટણીમાં સપોર્ટ કરે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતમા વહિવટી બદલાવ માટે તેમની પાર્ટીને એક તક આપવા અપીલ કરી હતી. બીટીપી અગ્રણીઓ છોટુભાઈ વસાવા તેમજ મહેશ વસાવાએ પણ આગામી ચુંટણીમાં તેમના ઉમેદવારોને જીતાડી લાવવા હાકલ કરી હતી. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે અન્ય પાર્ટીઓના નેતાઓને આપમાં જોડાવા આહ્વાન કર્યુ હતું. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપા કોંગ્રેસની સાથેસાથે આપ બીટીપી ગઠબંધન પણ ત્રીજા મોરચા તરીકે ચુંટણી જંગમાં ઝંપલાવશે.

JAGDISH PARMAR
  • May 2 2022 5:49PM
સાડા છ કરોડની જનતામાંથી ભાજપને પ્રદેશ અધ્યક્ષ તરીકે એક પણ સક્ષમ વ્યક્તિ ન મળ્યો. બિટીપી આપ સંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત ભાજપના અધ્યક્ષના સ્થાનને લઈને સવાલ ઉભા કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ગુજરાતની સાડા છ કરોડની જનતામાંથી અધ્યક્ષ તરીકે એક પણ સક્ષમ વ્યક્તિ ભાજપ ને ના મળ્યો ?ભાજપ શું મહારાષ્ટ્રથી ગુજરાત ચલાવવા માંગે છે.? મહારાષ્ટ્રની વ્યક્તિ પાસે ગુજરાત ચલાવવા માંગે છે ? તેવો પ્રશ્ન ઉઠાવવા સાથે તેમણે કહ્યું હતું કે આ ગુજરાતનું અપમાન છે. ગુજરાતનું આટલું મોટું અપમાન ક્યારેય થયું નથી. ગુજરાતની જનતા આ અપમાન સહન કરવાની નથી તેમ કહી આવનારી ચૂંટણીને ક્રાંતિમાં બદલવા આહવાન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આવના રી ચૂંટણીમાં ગુજરાતને બદલવાનો પાયો નખાવા નો છે. અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે-સી. આર. પાટીલ દિલ્હીના મુખ્યમંત્રી એ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઉપર ઉઠાવેલા સવાલોનો જડબાતોડ જવાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સોશ્યલ મીડિયા પર આપ્યો છે. પાટીલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી લખ્યું છે કે, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार