सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત-પારડીના બરઈ ત્રણ રસ્તા પાસે KTM બાઇક ચાલકે મોપેડ ને ટક્કર મારી

પારડીના બરઈ ત્રણ રસ્તા પાસે KTM બાઇક ચાલકે મોપેડ ને ટક્કર મારી હતી. એમાં કાકા-ભત્રીજા નું મોત નીપજયું હતું.

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Feb 19 2023 6:45PM

વલસાડ તાલુકાના પારડીના ગોયમાં ગામમાં રહેતા એક પરિવારની દીકરીના લગ્ન 17 ફેબ્રુઆરીના રોજ યોજાયા હતા. 18 ફેબ્રુઆરીની રાત્રીએ દીકરીના લગ્ન પ્રસંગમાં પાણીનું બિલ ભરવા નજીકમાં રહેતા ભત્રીજા સાથે જઈ રહ્યા હતા. જે દરમ્યાન બરઈ ગામ ત્રણ રસ્તા પાસે સામેથી આવતી KTM બાઇકને ચાલકે મોપેડને ધડાકા સાથે અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં કાકા ભત્રીજાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને પરિવારમાં સભ્યોને થતાં તાત્કાલિક ઘટના અંગે 108 અને પારડી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતા. અકસ્માતની ઘટનામાં મોપેડ ઉપર સવાર કાકા ભત્રીજાનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પારડી પોલીસે લાશનું PM કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોયમાં ગામમાં રહેતા મહેશભાઈ ભીખુભાઇ પટેલ અને તેમનો ભત્રીજો ભરતભાઇ મનુભાઈ પટેલ સાથે તેમની મોપેડ ન GJ-15-BA-5791 લઈને 17 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા મહેશભાઈની દીકરીના લગ્નમાં RO પાણી સપ્લાય કરનાર RO વોટર સપ્લાય સંચાલકને બાકી રહેલા રૂપિયા આપવા જઇ રહ્યા હતા.

જે દરમ્યાન બરઈ ગામના ત્રણ રસ્તા પાસે એક KTM બાઈક ન. GJ-26-S-9868નો ચાલક પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે પોતાની KTM બાઈક હંકારી લાવી સામેથી આવતી મહેશભાઈની મોપેડ સાથે ધડાકાભેર ટકરાઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતા આજુબાજુના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. મોપેડ અને KTM બાઈક વચ્ચેના અકસ્માતની ઘટનામાં 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા પૈકી 2નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સ્થાનિમ લોકોએ તાત્કાલિક 108 અને પારડી પોલીસની ટીમને બનાવની જાણ કરી હતી. 108ની ટીમે તત્કાલિમ ઘટના સ્થળે પહોંચી ગંભીર ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે. જ્યારે મૃત્યુ પામેલા મોપેડ ચાલક કાકા ભત્રીજા મશેષભાઈ અને ભરતભાઇની લાશનો કબ્જો લઈને પારડી સરકારી હોસ્પિટલમાં PM કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. ઘટના અંગે જયેશભાઇ પટેલે KTM બાઈક ચાલક વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મહેશભાઈની દીકરીના લગ્ન 17 ફેબ્રુઆરી ના રોજ યોજાયા હતા.

જેમાં પીવાનું પાણી સપ્લાય કરનાર RO પ્લાન્ટ સંચાલકને બાકી રહેલું બિલ ચૂકવવા જઇ રહ્યા હતા. જે દરમ્યાન સામે થઈ આવતી KTM બાઇકને ચાલકે મોપેડને ધકાભેર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. મહેશભાઈ અને ભરતભાઇ કાકા ભત્રીજા તરીકેના સંબંધ હતા. બંને સાથે રીક્ષા ચલાવતા હતા. બંનેમાં ગાઢ મિત્રતા હતા. કોઈપણ જગ્યાએ કાકા ભત્રીજા સાથે જ જોવા મળતા હતા. સુખ દુઃખમાં કાકા ભત્રીજા એક બીજાની પડખે ઉભા રહેતા હતા. બંનેનું મોત પણ સાથે થતા ગામના લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી દીકરીના લગ્નના બીજા દિવસે દીકરીએ પિતાની છત્ર છાયા ગુમાવી મહેશભાઈના ઘરે 17 ફેબ્રુઆરી ના રોજ લગ્નની શરણાઈ વાગતી હતી. અને લોકોમાં ખુશીનો માહોલ હતો. લગ્નના બીજા દિવસે ખુશીનો માહોલ ગમ માં પરિવર્તિત થઈ ગયો હતો. દીકરીને ઘરમાંથી વિદાય આપી બીજા દિવસે અકસ્માતમાં પિતાએ દુનિયામાંથી વિદાય લેતા ગામ અને આજુબાજુના વિસ્તારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार