सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ખેડા જિલ્લામાં ૦૫ બ્લોકના કુલ ૧૪ ગામોમાં ૩૮૩૧ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવશે

જિલ્લાના કુલ ૮૬ ગામોના કુલ ૨૧,૬૦૪ પ્રોપર્ટી કાર્ડ તૈયાર, જે પૈકી કુલ ૬૬ ગામોમા ૧૬,૫૭૮ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પૂર્ણ : જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં જિલ્લાના કુલ ૨૨૫ ગામોમાં પ્રોપર્ટી કાર્ડ વિતર

યેશા શાહ
  • Nov 21 2023 1:15PM
સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવા માટે ખેડા જિલ્લામાં આગામી તા.૨૨/૧૧/૨૦૨૩ થી ૨૫/૦૧/૨૦૨૪ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ પરિભ્રમણ કરશે. આ યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા તેમની યોજનાઓનો લાભ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવશે.

જેમાં ખેડા જિલ્લા ઈન્સ્પેક્ટર જમીન રેકર્ડની કચેરી દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ જિલ્લાના કુલ ૪૪૫ ગામોમાં ડ્રોન ફલાઈટ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ૧૩૫ ગામોનું ગ્રાઉન્ડ ટુથિંગ અને ૧૧૨ ગામમાં નોટિસ ૬ વિતરણ પૂર્ણ થયું છે. જિલ્લાના કુલ ૮૬ ગામોના કુલ ૨૧,૬૦૪ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે જે પૈકી કુલ ૬૬ ગામોમા ૧૬,૫૭૮ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમયગાળા દરમિયાન જિલ્લા ઈન્સ્પેક્ટર જમીન રેકર્ડની કચેરી દ્વારા ખેડા જિલ્લાના ૦૫ તાલુકાના કુલ ૧૪ ગામોમાં ૩૮૩૧ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત કુલ ૩૬ ગામોમાં ડ્રોન ફ્લાઈટ મુવમેન્ટ અને ડિજીટલ મેપિંગ કરવામાં આવશે તથા જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં જિલ્લાના કુલ ૨૨૫ ગામોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનું આયોજન છે તેમ જિલ્લા ઈન્સ્પેક્ટર જમીન રેકર્ડશ્રી, ખેડા દ્વારા જણાવવામાં આવ્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार