सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદની મફતલાલ મીલ ઈન્ડસ્ટ્રીઝના ૩૫૦ કર્મચારીઓ થયા મતદાન કરવા પ્રતિજ્ઞાબદ્ધ

કર્મચારીઓને કામકાજના સમયમાં વોટીંગ કરવા માટે અનુકુળ આયોજન કરી આપવા યુનીટ હેડ અને વાઈસ ચેરમેન ખાતરી

યેશા શાહ
  • Mar 29 2024 2:56PM

આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વધુમાં વધુ નાગરિકો અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે નડિયાદની જાણીતી મફતલાલ મીલ ઈન્ડસ્ટ્રીઝ ખાતે મીલના કર્મચારીઓને મતદાન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં અંદાજિત ૩૫૦ જેટલા કર્મચારીઓ દ્વારા લોકશાહીના મૂલ્યોની જાળવણી હેતુ મતદાન પ્રક્રિયામાં સહભાગી થઈ મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાનની પ્રેરણા આપવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. 

આ પ્રસંગે મફતલાલ ઈન્ડસ્ટ્રીઝના યુનીટ હેડ અને વાઈસ ચેરમેન રમેશ પટેલ દ્વારા મીલના કર્મચારીઓ સહિત સમગ્ર જિલ્લાના મતદારોને સો ટકા મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે લોકસભા ચુંટણી ૨૦૨૪માં મતદાનના દિવસે કર્મચારીઓને કામકાજના સમયમાં વોટીંગ કરવા માટે અનુકુળ આયોજન કરી આપવા પણ ખાતરી આપવામાં આવી હતી. વધુમાં, ગુતાલ પ્રાથમિક શાળાના શિક્ષક પારસભાઈ દવે દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રાસંગિક ઉદ્વબોધન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશ રાવલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી સાજેદા સબાસરા, એજ્યુકેશન ઈન્સ્પેક્ટર શ્રી રાજેશ સુમેરા, મફતલાલ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટીંગ વાઈસ પ્રેસિડન્ટ શ્રી ગૌરવ ગુપ્તા, મેનેજર શ્રી અંકિત પટેલ, સ્વીપ કાર્યક્રમ અંતર્ગતના કર્મચારીઓ સહિત મફતલાલા મીલના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार