सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત-નાનાપોઢા નાસિક માર્ગ અને ચીવલ અકસ્માતમાં 2ના મોત

નાનાપોઢા નાસિક માર્ગ પર અકસ્માત અને ચીવલ અકસ્માતમાં 2ના મોત, વૃદ્ધને બાઇકે અડફેટે લીધી, બીજી બાઇક ઝાડ સાથે અથડાઈ.

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Mar 1 2023 3:36PM
કપરાડા તાલુકાના નાનાપોઢા થી નાસિક જતા માર્ગ ઉપર નાનાપોઢા ડેપો પાસે પલ્સરના બાઈકના ચાલક અડફેટે લઈ ભાંગી ગયો હતો જ્યારે પારડી તાલુકાનું ચીવલ ગામના ડુંગરી ફળીયા ખાતે સ્પલેન્ડર ચાલક સાગના ઝાડ સાથે અથડાતાં ત્રણ સવાર પૈકી એકનું ધટના સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. કપરાડા અને પારડી તાલુકામાં બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા હતા. જેમાં એક વૃદ્ધ અને એક સંગીરે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. નાનાપોઢાથી નાસિક માર્ગ ઉપર નાનાપોઢા ડેપો પાસે સોમવારે રાત્રે નાનાપોઢા જ ગામના 65 વર્ષના વૃદ્ધ રામજીભાઈ ગોદયાભાઈ ભીંસરા રહેવાસી નાનાપોઢા ભીંસરા ફળીયાના તેઓને ડેપો નજીક માર્ગ ઉપર પલ્સર બાઇકના અડફેટ લેતા ઘટના સ્થળ ઉપર જ મોત થયું હતું. આ ઘટના અંગેની પોલીસને ખબર 108 દ્વારા મળી હતી. જ્યારે ચીવલ ડુંગરી ફળિયામાં અરનાલા કામ અર્થે ગયેલા ત્રણ સંગીર યુવક તેઓનું કામ પતાવી પોતાના ઘરે બાઈક સ્પલેન્ડર નંબર જીજે15ડીઆર 0787લઈને મોટી વહીયાળ ગામના નદીપાડા ફળીયા જઈ રહ્યા હતા. ત્યારે વળાંકમાં રસ્તા ઉપર સાગના ઝાડ સાથે બાઈક અથડાતા બાઇક સવાર ત્રણ પૈકી એક યુવાનનું અકસ્માત સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. ત્રણે રહેવાસી કપરાડા તાલુકાના મોટી વહીયાળ ગામના નદીપાડા ફળીયાના હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મરણ જનાર સંગીર અંકુશ શુક્લાભાઈ પાહુ ઉં.17 વર્ષ તેઓને માથાના ભાગે ગંભીર ઇજાથી ઘટના સ્થળ ઉપર જ મોતને ભેટ્યો હતો. જ્યારે આશિષ સુરેશ ભાવર ઉં.17 વર્ષ અને 18 વર્ષના ઈરફાન લલમ પટારાને ઇજા પહોંચી છે. ઇજા પામેલા બંને યુવકને 108 દ્વારા નાનાપોઢા બાદ વધુ સારવાર અર્થે ધરમપુર ખસેડ્યા હતા. .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार