सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત-મોઢાપોઢાના 1200 વિધાર્થીઓ હવે 15 કિમી દુર વાપીમાં બોર્ડે ની પરીક્ષા આપશે

શિક્ષણ બોર્ડે સામુહિક કોપી કેસમાં પરીક્ષા કેન્દ્ર રદ કર્યુ હતું . 4 વર્ષ અગાઉના બેચની ભુલનો ભોગ હાલના વિદ્યાર્થીઓ ભોગવવા મજબૂર

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Feb 28 2023 2:01PM

વલસાડ જિલ્લામાં 4 વર્ષ અગાઉ બોર્ડની પરીક્ષા દરમિયાન મોટાપોંઢા કેન્દ્રો પર સામુહિક કોપી કેસો નોંધાવ્યા બાદ શિક્ષણ બોર્ડે પરીક્ષા કેન્દ્ર રદ્ કર્યુ હતુ,જેના કારણે છેલ્લા 3 વર્ષથી મોટાપોંઢા તથા આજુબાજુ વિસ્તારના બોર્ડના વિદ્યાર્થીઓ 15 કિ.મી. દુર સુધી પરીક્ષા આપવા જાય છે. 14 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં મોટાપોંઢાના 1200 વિદ્યાર્થીઓ પોતાના ગામની જગ્યાએ 15 કિ.મી. દુર વાપીના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપશે. અગાઉના વિદ્યાર્થીઓએ કરેલી ભુલનો ભોગ ચાલુ વર્ષના વિદ્યાર્થીઓ બની રહ્યાં છે.

કપરાડાના મોટાપોંઢાની શાહ જી.એમ.ડી હાઇસ્કુલનું બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર 4 વર્ષ અગાઉ ગેરરીતિ મુદ્દે રદ્ કરી દેવાયા બાદ ફરી મંજૂરી આપવામાં આવી નથી.જેની સીધી અસર છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ પર પડી રહી છે. પરીક્ષા કેન્દ્ર રદ્ થવાના કારણે બોર્ડના વિદ્યાર્થીઓ 15 કિ.મી. દુર વાપી સુધી પરીક્ષા આપવા જવાની નોબત આવી રહી છે. શાળા સંચાલકો દ્વારા ફરીથી પરીક્ષા કેન્દ્રની ફાળવણી અંગે રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. જેના કારણે પરીક્ષાર્થીઓ વાપીના ડુંગરા સહિતના પરીક્ષા કેન્દ્ર સુધી પહોચવું પડશે. મોટાપોંઢા હાઈસ્કૂલમાં જ એસએસસીના 78 અને એચએચસીના 275 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે. ઉપરાત ઓઝર, કોપરલી અને અંભેટી સહિત હાઇસ્કુલોના કુલ 1200થી વધુ વિદ્યાર્થીઓ વાપીમાં પરિક્ષા આપવા આવશે. ગેરરિતી કેમેરામાં કેદ થઇ હતી ચાર વર્ષ અગાઉ મોટાપોંઢા હાઇસ્કૂલમાં સામુહિક ગેરરિતીના કેસો સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. સ્કવોર્ડની ટીમે ઝીણવટપૂર્વક તપાસ કરી હતી.

આ મામલે શિક્ષણ બોર્ડે પણ કડક પગલા લીધા હતાં.અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય પણ જોખમમાં મુકાયા હતા, પરંતુ આ બનાવ હજુ પણ ભુલાતો નથી. ગેરરિતીના કારણે હાલના બોર્ડના વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવવી પડે છે પ્રશ્ન ઉકેલવામાં રાજકીય નેતાઓ નિષ્ફળ મોટાપોંઢા પરીક્ષા કેન્દ્રને મંજૂરી ન મળતા ચાલુ વર્ષે પણ વિદ્યાર્થીઓએ 15 કિ.મી. દુર અન્ય કેન્દ્રો પર જવું પડશે.જેને લઇ પરીક્ષાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી રદ્ થયેલા પરીક્ષા કેન્દ્રને પુન: ચાલુ કરવામાં સ્થાનિક રાજકીય નેતાઓ પણ નિષ્ફળ રહ્યાં છે. રાજય સરકાર મોટાપોંઢા કેન્દ્રને તાત્કાલિક ફરી મંજૂરી આપવા કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માગ કરી રહ્યાં છે. .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार