सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત-કપરાડામા ચેકડેમના કામ માટે મંજૂર લઈ જતો ટેમ્પો પલટી માર્યો 1 નું મોત

કપરાડામા ચેકડેમના કામ માટે મંજૂર લઈ જતો ટેમ્પો પલટી માર્યો 1 નું મોત નીપજયું હતુ હોળી સામે હોવાથી અધૂરા કામ જલ્દી પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરોની ભાગદોડ માં અકસ્માત સર્જાયો હતો.

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Feb 22 2023 12:29PM
કપરાડા તાલુકામાં હાલમાં ચેકડેમના અનેક કામો ચાલી રહ્યા છે, ત્યારે દહીંખેડગામ ખાતે ચેકડેમનું કામ ચાલતું હોય ત્યાં મટીરીયલ્સ લઈને જઇ રહેલો ટેમ્પાના ચાલકે ખાતુનીયા અસ્ટોલ ટેકરા ઉપર સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડરમાં ભટકાઈને પલટી મારી ગયો હતો. ટેમ્પામાં સવાર ત્રણ મજુરોને ગંભીર ઈજા પહોંચી જેમાં એકનું સારવારમાં મોત થયું છે. ઘટના અંગે કપરાડા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. કપરાડા તાલુકાના દહીંખેડ ગામની અંદર ચેકડેમનું કામ ચાલી રહ્યું હોય ત્યારે રોણવેલ ગામે રેહેતો ઈબ્રાહીમ અબ્દુલ લતીફ ચરીવાલા પોતાનો આઈસર ટેમ્પોમાં સુનીલભાઈ કોન્ટ્રાકટરને ત્યાંથી માલસમાન ભરીને દહીખેડ જવા માટે ત્રણ મજૂરો દિલીપ, લક્ષ્મણ અને આબુ પાળે રાઉતને લઈને જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં ખાતુનીયાથી અસ્ટોલ જતા ભયાનક ટેકરા ઉતરતી વેળા આઈસર ટેમ્પાના ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડરમાં ભટકાયા ત્યાર બાદ ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પોના ફાલકા ઉપર બેસેલા ત્રણ મજુરોને ગંભીર ઈજાઓ થઇ હતી. જેમાં માથા અને કમરના ભાગે ગંભીર ઈજા પામેલા આબુભાઈ પાળેભાઈ રાઉત રહે. આબોસીનું સારવાર દરમ્યાન ધરમપુર હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. જયારે અન્ય બે ઇજાગ્રસ્તને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે. કપરાડા પોલીસે ચાલક સામે ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે બોડીનું પીએમ કરાવી લાશ પરિવારને સોંપી દીધી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार