सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડતાલ સંસ્થાની મતદાતાઓને અપીલ : દેવસ્થાનના શણગારથી મતદાન જાગૃતિનઘ સંદેશ આપ્યો

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોએ સામુહિક અપીલ કરી છે

યેશા શાહ
  • May 6 2024 3:19PM

ગુજરાત નહિ વિશ્વભરમાં પ્રસરેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર વડતાલમાં આજે દેવના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો છે. 

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોએ સામુહિક અપીલ કરી છે. રવિસભામાં પણ જાગૃતિનો સંદેશ મળતો હતો. ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે , આપણે આઝાદ થયા એને ૭૫ વર્ષ થયા છતાં આપણે હજી આપણી જાતને આ દેશના માલિક સમજતા નથી થયા...એટલેજ આપણે મત ને દાન કહીએ છીએ હકીકતમાં આપણે આ દેશ ચલાવવા આપણો પ્રતિનિધિ એપોઇન્ટ કરવાનો છે અને એના માટે આપણા મતાધિકારનો ઉપયોગ કરી આ દેશની સમૃદ્ધિની ચિંતા કરી શકે અને સાંસ્કૃતિ વારસાનું જતન કરી શકે...આપણા નાગરિકોનું દેશના દુશ્મનોથી રક્ષણ કરી શકે અને આપણને ગૌરવ અપાવી એવા શ્રેષ્ઠ પ્રતિનિધિ કહેતા પ્રધાનમંત્રીનું ચયન કરવાનો રૂડો લોકશાહીનો  અવસર આપણા આંગણે આવીને ઉભો છે.

પણ કમનસીબી એ વાતની છે કે આપણે આપણા મતનો અધિકાર કરવા માટે ઉદાસીન રહીએ છીએ અને એટલેજ દેશમાં મતની ટકાવારી ૬૦%ની આસપાસ જ રહે છે જે વધે અને વધુમાં વધુ લોકો લોકશાહીના આ પર્વમાં સામેલ થાય અને પોતાની ફરજ અદા કરે એ હેતુથી વડતાલ શ્રી સ્વામિનારાયણ  સંસ્થાને અનોખી પહેલ કરી છે અને આજે દેવોના શણગારમાં મતદાન કરવાની અપીલ કરતા સ્લોગનો ગર્ભ ગૃહમાં ઠાકોરજીની શોભામાં મુક્યા છે જેથી આ નિત્યદર્શન કરતાં હરિભક્તોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય.
આમેય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની જ્યા ભગવાનશ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી  લખી છે એ સામાજિક જાગૃતિનું કેન્દ્ર રહ્યું છે અને આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે જરૂરી અનેક આજ્ઞાઓ કરે છે જેમાં અધિકારને બદલે શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં પોતાની ફરજો ઉપર વધુ ધ્યાન આપાયું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार