सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા હોમગાર્ડના સભ્યોનું બેલેટ દ્રારા સંપૂર્ણ થયેલું મતદાન

ખેડા જિલ્લા હોમગાર્ડદળ સહિત અધર્સ સ્ટાફનું મતદાન જે તે તાલુકા મથકોના ફેસીલીટી સેન્ટરો ખાતે યોજાયું હતું

યેશા શાહ
  • May 3 2024 5:48PM

 ખેડા જિલ્લા હોમગાર્ડદળ સહિત અધર્સ સ્ટાફનું મતદાન જે તે તાલુકા મથકોના ફેસીલીટી સેન્ટરો ખાતે યોજાયું હતું.જેમાં હોમગાર્ડઝના સોળ યુનિટના સભ્યોએ ભારે મતદાન કરીને પોતાની ફરજ અદા કરી છે. પ્રાપ્ત વિગતો જોઈએ તો, જિલ્લા કમાન્ડન્ટ પ્રણવભાઈ સાગર ,સ્ટાફ ઓફિસર અલ્પેશભાઈ મકવાણા (તાલીમ) તથા સ્ટાફ ઓફિસર નિર્મલભાઇ મહેતા (જનસંપર્ક)ની રાહબરી અને માર્ગદર્શન હેઠળ સોળ યુનિટના ઓફિસર કમાન્ડિંગ-યુનિટ અધિકારીઓ દ્વારા મતદાન 100% થાય તે માટેની  કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં ગુરુવારે વહેલી સવારથી મતદાનનો સમય પૂર્ણ થાય ત્યાં સુધીમાં 1200 ઉપરાંત મતદારોએ મતદાન કરીને ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.

જયારે શુક્રવારે બાકીના સભ્યોએ મતદાન કરતાં હોમગાર્ડ મતદાન સંપૂર્ણ થયું છે.હોમગાર્ડના સભ્યોનું બેલેટથી મતદાન થાય છે. કારણ કે,તેઓએ ચૂંટણીના દિવસે પોતાની ફરજ બજાવવા માટે પોતાના નિવાસસ્થાનથી દૂર દૂર સુધી જવું પડતું હોય છે.જેના પરિણામે ચૂંટણી તંત્રના આયોજન મુજબ મતદાન કાર્યક્રમ સંપન્ન થયો હતો.જેમાં હોમગાર્ડ સભ્યોએ ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો.આગામી દિવસોમાં હોમગાર્ડના સભ્યોએ રાજ્ય બહાર મહારાષ્ટ્રમાં પણ બે તબક્કાની ચુંટણીમાં ફરજ બજાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार