सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા કલેક્ટર કચેરીમાં આગ લાગી : આગ લાગતા ભાગદોડ મચી હતી

અધિકારીઓ રાત્રે જ ઓફીસ ખાતે દોડી આવ્યા, કિંમતી કાગળો અને ફાઈલો ભસ્મીભૂત

યેશા શાહ
  • May 6 2024 3:46PM
નડિયાદ શહેરમાં ડભાણ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં રવિવારની મોડી રાત્રે આગનો બનાવ બન્યો છે, જેમાં કચેરીના બીજા માળે આવેલ પ્રાંત અધિકારીની ઓફીસની બાજુમાં આવેલ રૂમમાં આગ લાગતા કિંમતી કાગળો અને ફાઈલો આગની લપેટમાં આવી જતા ખાખ થયા છે. જોકે, ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને થતાં ફાયર વિભાગની ટીમ સહિત કચેરીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાયો હતો.

આ ઘટનાની જાણ ખેડા જિલ્લા નાયબ કલેકટર અને નડિયાદ પ્રાંત અધિકારી, નડિયાદ નગરપાલીકાના ચીફ ઓફીસર સહિત કલેક્ટર કચેરીના અધિકારીઓ રાત્રે જ કલેક્ટર ઓફીસ ખાતે દોડી આવ્યા હતા. આ ઉપરાંત મોટી જાનહાનિ થતા ટળે એટલે નડિયાદ એમ.જી.વી.સી.એલ ની ટીમ પણ આવી પહોંચી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार